મીરા પાર્કમાં આવેલી મોમાઈ ડેરીમાં પાડોશીએ જમાવ્યો હતો આતંક: વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈમોરબી અપડેટ : મોરબીના વાવડી રોડ પર આવેલી એક ડેરીમાં ઉધાર વસ્તુ આપવાની ના પાડતા એક શખ્સે ઉશ્કેરાઈ જઈને દુકાનદાર અને તેમની પત્ની સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હોવાની ઘટના સામે આવી હતી. આ શખ્સે દુકાનના ફ્રિજમાં પથ્થર મારી નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વાવડી રોડ પર મીરા પાર્ક 1 માં રહેતા 64 વર્ષીય જયેંદ્રગીરી પોપટગીરી ગોસ્વામી મીરા પાર્ક શેરી નં. 1 માં 'મોમાઈ ડેરી એન્ડ બેકરી' નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 01/10/2026 ના રોજ બપોરે 1 વાગ્યાના અરસામાં તેઓ અને તેમના પત્ની જાગૃતિબેન દુકાને હાજર હતા. તે સમયે તેમની સોસાયટીની શેરી નં. 3 માં રહેતો અશોક રાયધન છુછીયા નામનો શખ્સ દુકાને આવ્યો હતો. અશોકે દુકાને આવી સોસ્યો (ઠંડુ પીણું) અને અન્ય વસ્તુઓ ઉધારમાં માંગી હતી. જયેંદ્રગીરીએ ઉધારમાં વસ્તુ આપવાની સ્પષ્ટ ના પાડતા અશોક ઉશ્કેરાઈ ગયો હતો.અશોકે ઉશ્કેરાઈને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને દુકાનમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરી જયેંદ્રગીરીના પત્ની જાગૃતિબેન સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ બાજુમાંથી એક પથ્થર લઈને દુકાનમાં પડેલા ફ્રિજમાં મારી નુકસાન પહોંચાડ્યું હતું. જતા જતા અશોકે 'તને હું જોઈ લઈશ' કહીને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવથી ગભરાઈ ગયેલા દંપતીએ 112 નંબર પર પોલીસને જાણ કરી હતી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. આ બનાવને પગલે જાગૃતિબેનની તબિયત ખરાબ થતા તેમને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ હતી. આ મામલે ગત તારીખ 02/10/2026 ના રોજ જયેંદ્રગીરી ગોસ્વામીની ફરિયાદ પરથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અશોક રાયધન છુછીયા સામે બી.એન.એસ. કલમ 115(2), 352, 351(3) અને 324 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વાલભા કરશનભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #CrimeNews #VavdiRoad #ADivisionPolice #MorbiUpdates #Fight