મોરબી : મોરબી જિલ્લામાં ગેરકાનૂની પ્રવૃત્તિ અને ગુન્હાઓ પર અંકુશ લાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખવા માટે ઉદ્યોગગૃહ, કારખાના તેમજ મકાન ભાડે આપવા સમયે આવા શ્રમિક અંગેની નોંધ કરવી ફરજિયાત કરી હોવા છતાં ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે વાડીમાં પરપ્રાંતીય ખેત મજૂરોને કામે રાખવામાં આવ્યા હોવાનું ખુલતા વાડી માલિક વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તાલુકાના નાના ખીજડિયા ગામથી ઘુનડા ગામ જવાના રસ્તે જયંતીભાઈ પરસોત્તમભાઈ બારૈયાની વાડી ચેક કરતા અહીં પરપ્રાંતીય ખેત મજૂરોને કામે રાખ્યા હોવાનું અને આ બાબતે પોલીસને જાણ ન કરી હોવાનું સામે આવતા ટંકારા પોલીસે આરોપી જયંતીભાઈ પરસોત્તમભાઈ બારૈયા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં ભંગ સબબ કાનૂની કાર્યવાહી કરી હતી.