મોરબી તાલુકા પોલીસે વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી કરી, ગેરકાયદેસર મંડળી રચી હિંસક પ્રદર્શન કરવાનો આરોપમોરબી અપડેટ: મોરબી તાલુકાના જેતપર ગામમાં ખેડૂત આંદોલન દરમિયાન 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીના જન્મદિવસે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે એક વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરીને 21 જેટલા લોકો અને અન્ય આયોજકો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી છે.શું હતી સમગ્ર ઘટના? પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સવજીભાઈ ઘેટીયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, 17/09/2026 ના રોજ રાત્રે 22:56 કલાકે પેટ્રોલિંગ દરમિયાન તેમને વોટ્સએપના માધ્યમથી એક વિડીયો મળ્યો હતો. આ વિડીયોમાં કેટલાક લોકો પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના બે પૂતળાઓનું દહન કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. તપાસમાં આ બનાવ જેતપર ગામના મુખ્ય ચોકનો હોવાનું ખૂલ્યું હતું. આરોપીઓએ કોઈપણ વહીવટી મંજૂરી વિના ગેરકાયદેસર ડોમ બનાવી, જાહેર માર્ગમાં અવરોધ ઊભો કરી, લાકડાના ધોકા વડે પૂતળાને મારી અને જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિ પ્રગટાવી હતી.તેમ ફરિયાદમાં જણાવાયું છે.21 લોકો સામે ગુનો દાખલ આ ઘટનામાં પોલીસે જેતપર અને કુંભારિયા ગામના કુલ 21 લોકો તથા અન્ય આયોજકો સામે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓના નામ નીચે મુજબ છે:નેહુલ ધીરજલાલ અમૃતિયાહર્ષદ ચતુરભાઈ અઘારારાજુભાઈ ભુદર કંડીયા (પાવભાજી)દીપક નાથાભાઈ ઝાકાસણીયાલાલજી ઘનશ્યામ ઝાકાસણીયાલલીત ઉર્ફે ભોટીયો ચીકુભાઈ અઘારાકોકાભાઈ બચુભાઈ કંડીયાઅમીત બચુભાઈ કંડીયાનરેશ બચુભાઈ અઘારાનંદલાલ પ્રભુભાઈ અમૃતિયાગોવિંદ ધરમશીભાઈ અમૃતિયાચતુર છગન અઘારાલાભુભાઈ અમરશી ભાઈ વરસડાહિરેન ચંદુભાઈ અઘારાવિપુલ મગનભાઈ કંડીયાખુશાંગીબેન રાજેશભાઈ અઘારાદર્શનાબેન ઉર્ફે ગુડીબેન હર્ષદભાઈ અઘારામિતલબેન વિપુલભાઈ કંડીયાજ્યોતિબેન નિકેતભાઈ પંચાસર (તમામ રહે. જેતપર, તા. મોરબી)નીરૂભા પ્રમોદસિંહ જાડેજા (રહે. કુંભારીયા, તા. માળીયા મિયાણા)હીરજીભાઈ દેવજીભાઈ દેત્રોજા (રહે. કુંભારીયા, તા. માળીયા મિયાણા)કઈ કલમો હેઠળ થઈ કાર્યવાહી? બી.એન.એસ. (BNS) ની કલમ 61(2), 126, 189(2), 192, 223, 285, 287, 352 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો પણ ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચીમનલાલ સોમાભાઈ સોંદરવા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #Jetpar #FIR #GujaratNews #CrimeNews #Protest #PoliceAction