ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને CA કોર્સ અને પ્રોફેશનલ તકો અંગે અપાયું માર્ગદર્શન: નિર્મલ, યુનિક અને નીલકંઠ સ્કૂલના 858 વિદ્યાર્થીઓએ લીધો લાભમોરબી અપડેટ : વિદ્યાર્થીઓને યોગ્ય સમયે યોગ્ય કારકિર્દી માર્ગદર્શન મળે અને તેઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે સચોટ નિર્ણય લઈ શકે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ICAI મોરબી CA બ્રાન્ચ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. જેના અંતર્ગત શહેરની નિર્મલ સ્કૂલ, યુનિક સ્કૂલ અને નીલકંઠ સ્કૂલ ખાતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ‘Career Counselling & Guidance Program’ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) કોર્સ, પ્રવેશ પ્રક્રિયા, અભ્યાસની રૂપરેખા તેમજ ભવિષ્યમાં દેશ-વિદેશમાં મળતી ઉત્તમ જોબ અને પ્રોફેશનલ તકો અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ત્રણેય શાળાઓ મળીને કુલ 858 જેટલા વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં સંબંધિત શાળાઓના આચાર્યો તેમજ ICAI મોરબી CA બ્રાન્ચના ચેરમેન CA વિજય સીતાપરા, વાઇસ ચેરમેન CA દિપક બકરાણીયા અને કમિટી મેમ્બર CA અભય ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. “Right Guidance Today, Bright Career Tomorrow” ના ધ્યેય સાથે યોજાયેલ આ સેશન વિદ્યાર્થીઓ માટે પોતાની કારકિર્દીની દિશા નક્કી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું હતું.#Morbi #MorbiUpdate #ICAIMorbi #CABranch #CareerGuidance #CACourse #NirmalSchool #UniqueSchool #NilkanthSchool #StudentCounselling #CharteredAccountant #MorbiNews #GujaratNews