રાજયમંત્રી મેરજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન અપાયું મોરબી : મોરબીની વીસી હાઇસ્કુલ ખાતે આજે શ્રમ અને રોજગાર વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયમંત્રી મેરજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન અપાયું હતું. કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા, ડીડીઓ પી.જે.ભગદેવ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી,સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ હાજર રહી ધો.10, 12 પછી કઈ દિશામાં કારકિર્દી બનાવવી ? અને વિદ્યાર્થીઓની રસ રુચિ તેમજ માતાપિતાના સ્વપ્ન અને કઈ ફેકલ્ટીમાં એડમિશન લેવું તે સહિતના વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક મુંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથેસાથે બોર્ડની પરીક્ષામાં એવન ગ્રેડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. જ્યારે આગામી સમયમાં મોરબી જિલ્લાના અન્ય ચારેય તાલુકામાં આ પ્રકારનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.