બે શખ્સો સામે વાંકાનેર પોલીસ મથકે ગુન્હો નોંધાયો વાંકાનેર : વાંકાનેરના મેસરીયા નજીક કાર સાઈડમાં લેવા બાબતે બે શખ્સોએ કારમાં તોડફોડ કરી કારચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કારચાલકે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હિરેનભાઇ બાબુભાઇ ઘાડીયા (ઉ.વ.૩૩ ધંધો.પ્રા.નોકરી રે.પારડી તા.લોધીકા જી.રાજકોટ)એ આરોપીઓ કુલદીપ રાજુભાઇ ખાચર, જયદેવ (રે.રંગપર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૩ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં રંગપર એકજીમેશ કારખાનાથી થોડે આગળ હાઇવે તરફ જતા રોડ ઉપર મેસરીયા આરોપીઓએ કાર સાઇડમાં લેવા બાબતે ફરીયાદી સાથે બોલાચાલી ઝગડો કરી ગાળો આપી આરોપીએ લોખંડના પાઇપથી ફરીયાદીની કારનો કાચ તોડી નાખી તથા બીજા આરોપીએ ફરીયાદીનો કાંઠલો પકડી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.મયુરધ્વજસિંહ હરીશચંદ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.