વાંકાનેર : રાજકોટ - અમદાવાદ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ટ્રાફિક હોવાના કારણે જીજે - 01 - આરકે - 0216 નંબરની કારના ચાલક ફરિયાદી રાહુલ મહેન્દ્રભાઈ સોલંકી પોતાની કાર ઉભી રાખતા પાછળથી પુરપાટ ઝડપે આવેલ એમજી હેકટર કાર નંબર જીજે - 37 - એમ - 0444 નંબરના કાર ચાલક હેમંત મોહનભાઇ ભાટિયા રહે.મીઠાપુર, દેવભૂમિ દ્વારકા વાળાએ અકસ્માત સર્જી આગળ રહેલી હોન્ડા સીટી કારમાં નુકશાન કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એમજી હેકટર કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.