મોરબી : મોરબીમાં લીલાપર ચોકડી પાસે એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, લીલાપર ચોકડી નજીક એક કાર બેકાબુ બનીને કેનાલના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. પોલ સાથે અથડાયા બાદ કાર જોરદાર રીતે પલટી મારી ગઈ હતી.અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બાદ કાર ચાલક પોતાની ગાડીની નંબર પ્લેટ કાઢીને ત્યાંથી નીકળી ગયા હતા. #Morbi #MorbiUpdate #MorbiNews #Accident #LilaparChokdi #GujaratNews #RoadAccident #MorbiAccident