મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર લજાઈ ચોકડી પાસે રવિવારે સાંજના સમયે એક કાર પલ્ટી મારી જતા એક યુવાનને ઇજાઓ પહોંચી હતી. નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ મોરબી તરફથી રાજકોટ તરફ જતી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલ્ટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો.