મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર યોગેશ્વરનગર સોસાયટીમાં એક કાર બેકાબુ બની હતી. કારે પહેલા બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ દીવાલ સાથે અથડાઈને દીવાલ તોડી નાખી હતી. ઉલ્લેખનીય છે કે આ દીવાલ તૂટ્યા બાદ બાકીની દીવાલ રહેવાસીઓએ તોડી નાખી હતી. ત્યારબાદ ગઈકાલે ત્યાંથી અવરજવર શરૂ કરી દેવાતા રહેવાસીઓ અને બાજુની સોસાયટીના પ્લોટધારક વચ્ચે રસ્તા ઉપર ચાલવા બાબતે માથાકૂટ થઈ હતી. માથાકૂટને પગલે પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી.