મોરબી : મોરબીના લાતી પ્લોટ-7માં ભરાયેલા વરસાદી પાણી અને ભુગર્ભ ગટરના કામ માટે આડેધડ રોડ ખોદી નાખવામાં આવ્યા છે. જો કે રોડ ખોદ્યા બાદ યોગ્ય રીતે બુરાણ ન કરતાં રોડ પર કિચડ અને ખાડાનું સામ્રાજ્ય ઉભું થયું છે. ત્યારે આજે આ કિચડમાં એક કાર ફસાઈ હતી.લાતી પ્લોટ-7માં રોડ ખોદ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાતાં ઉપરથી વરસાદ થતાં કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આજે આ કીચડમાં એક કાર ફસાઈ હતી. મહામહેનતે લોકોએ જેક લગાવીને કારને બહાર કાઢી હતી. ત્યારે વેપારીઓ અને વાહનચાલકોની માગ છે કે શેરીમાં ભરાયેલા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને કિચડની તાત્કાલિક સફાઈ કરવામાં આવે.