ટંકારાની ખીજડિયા ચોકડીએ કારમાં આગ લાગતાની સાથે મોરબીના ત્રણ લોકો તરતજ નીચે ઉતરી જતા જાનહાની ટળી ટંકારા : મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારાની ખીજડિયા ચોકડીએ આજે અચાનક એક કાર ભડભડ સળગી ઉઠી હતી. જો કે,આ કારમાં આગ લાગતાની સાથે કારમાં સવાર મોરબીના ત્રણ લોકો તરતજ કારમાંથી નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી.પરંતુ કાર આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. આગની ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબી રાજકોટ રોડ ઉપર ટંકારા પોલીસ મથકથી આગળ ખીજડિયા ચોકડી પાસે આજે સાંજે 5 વાગ્યાના અરસામાં રાજકોટથી મોરબી તરફ આવી રહેલી મોરબીના ત્રણ લોકો સાથેની ડસ્ટર ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારમાં ઓચિંતી આગથી નાસભાગ મચી ગઇ હતી. જો કે ગાડીમાંથી મોરબીના ત્રણેય લોકો સ્મયસર ઉતરી જતા બચાવ થયો હતો અને એ સાથે જ કાર આખી આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી અને ધુમાડાના ગોટે-ગોટા તેમજ આગની જ્વાળાને લીધે રાજકોટ મોરબી હાઇવે ઉપર થોડીવાર માટે વાહન વ્યવહાર થભી ગયો હતો અને કાર આખી સળગી ગઈ હતી.