મોરબી : મોરબી - કંડલા બાયપાસ હાઇવે પર ડીવાઇન પાર્ક સોસાયટી સામે જીજે 36 એસી 3977 નંબરની હ્યુન્ડાઇ વેન્યુ કારના ચાલકે ગત તા.30 નવેમ્બરના રોજ જીજે 03 એફએચ 6874 નંબરનું એક્ટિવા મોટર સાયકલ લઈ જઈ રહેલા અશ્વિનભાઈ કાનાણીને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે અશ્વિનભાઇના પુત્ર સુજલભાઈ અશ્વિનભાઈ કાનાણી રહે.કામધેનુ સોસાયટી મોરબી વાળાએ કાર ચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.