વર્ના અને ક્રેટા કારમાં આવેલ છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી શહેરના સર્કિટ હાઉસથી કુળદેવી પાન વાળા રોડ પર બાઈક લઈને જતા યુવાનની સાઈડ કાપી બાઈક સાઈડમાં ચલાવવાનું કહી વર્ના કારમાં આવેલ શખ્સોએ હુમલો કર્યા બાદ અન્ય ક્રેટા કાર ચાલકને બોલાવી માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિદ્યુતનગર પાછળ રહેતા મુકેશભાઈ ઘોઘજીભાઈ સુરેલાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અહેમદ અનવર માલાણી, મિતુલ રમેશભાઈ સનુરા, વસીમ અનવર માલાણી અને રુતિક રમેશભાઈ સનુરા રહે.ચારેય કાંતિનગર તેમજ બે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, કુળદેવી પાન નજીક પોતે બાઈક લઈને જતા હતા ત્યારે આરોપીઓએ સાઈડ કાપી બાઇકને સાઈડના ચલાવવાનું કહી ઝઘડો કરી ફડાકા ઝીકી ઢીકા પાટુનો માર માર્યો હતો.બાદમાં ક્રેટા કારના ચાલકને બોલાવી ફરી માર મારી આજે તું બચી ગયો બીજી વાર ભેગો થયો તો જાનથી પતાવી દેશું કહી ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.