વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા - લુણસર રોડ પર ફરિયાદી વિકાસભાઈ નવઘણભાઈ વાઘેલા રહે.લુણસરવાળા પોતાની કાર લઈને આવતા હતા ત્યારે સામેથી ટ્રક ડમ્પર નંબર જીજે - 13 - એએક્સ - 7491 લઈને આવી રહેલા આરોપી વિજય અઘારા રોડની વચ્ચોવચ ડમ્પર ચલાવતો હોવાથી ડમ્પર સાઈડમાં ચલાવવાનું કહેતા આરોપી વિજય, ડમ્પર ચાલક તેમજ અજાણ્યા બે શખ્સોએ ઝઘડો કરી ગાળાગાળી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.