મોરબી : મોરબીના લાયસનગર નવલખી રોડ વિસ્તારમાં શેરીમાં મોડી રાત્રે આખલા યુદ્ધના કારણે એક નવી નકોર ઇકો કારને નુકસાન થયું હતું. આ શેરીમાં આખલાઓ બાખડતા કાર અને બાઇક સાથે ધડાકાભેર અથડાયા હતા. સદનસીબે ઘટના મોડી રાત્રે બની હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.