મોરબી : મોરબીમાં ભરતનગર નજીક ભરતવન ફાર્મ પાસે હાઇવે ઉપર નીલગાય અથડાતા કારને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. કારની એર બેગ ખુલી જતા કોઈ ઇજા થઈ નથી. વધુમાં અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ નીલગાયને ઇજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.