મોરબી : મોરબીના શનાળા પાસે આવેલા શક્તિમાતાના મંદિર નજીક આજે રાત્રીના સમયે એક અકસ્માતની ઘટના સામે આવી છે. કોઈ કારણોસર એક કારે વીજપોલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે વીજપોલ ધરાશાયી થઈને નીચે પડી ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે થોડી વાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.#MorbiUpdate #MorbiNews #Morbi #AccidentNews #SanalaRoad #GujaratNews