મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર રફાળેશ્વર સર્વિસ રોડ નજીક આવેલ વાઈલ્ડ ફ્લાવર હોટલ પાસે ગત તા.27જુલાઈના રોજ બપોરના સમયે જીજે - 36 - એકે - 0220 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી ઇરફાન મહમદ પઠાણ રહે. વિશિનગર, પવિત્ર કુવા પાસે, મોરબી વાળાના બાઇકને જીજે - 01 - કેએન - 6250 નંબરના કાર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં બાઈક ચાલક ઇરફાન ઉપરાંત સાહેદ કિશન અને નયનને ઇજાઓ પહોંચતા અકસ્માતની ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.