GMB કર્મચારી મહામંડળ અને સ્થાનિક કર્મચારી સંઘ દ્વારા નવા અધિકારીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયુંમોરબી અપડેટ: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) હસ્તકના મોરબીના નવલખી પોર્ટ ખાતે નવા FGM બંદર અધિકારી તરીકે કેપ્ટન અરવિંદકુમાર મિશ્રાએ પોતાનો પદભાર સંભાળી લીધો છે. નવા અધિકારી હાજર થતા કર્મચારીગણ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.નવલખી પોર્ટ ખાતે હાજર થયેલા નવા બંદર અધિકારી કેપ્ટન અરવિંદકુમાર મિશ્રાને આવકારવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી મહામંડળ (ગાંધીનગર) ના ઉપપ્રમુખ તેમજ સ્થાનિક કર્મચારી સંઘ મોરબીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કર્મચારી સંઘના પ્રમુખ જે. એલ. ધાંજા, મંત્રી જે. ટી. નાચિયા, ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી અને કારોબારી સભ્ય વિક્રમસિંહ જાડેજાએ નવા બંદર અધિકારી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેઓએ કેપ્ટન અરવિંદકુમાર મિશ્રાને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની નવી નિમણૂક બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #NavlakhiPort #GujaratMaritimeBoard #GMB #NewAppointment