મોરબી : સક્ષમ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત ગુજરાતમાં નેત્રદાન- જન જાગૃતિ અભિયાન અંતર્ગત લોક દૃષ્ટિ અંગે લોક ચક્ષુ બેન્કના પ્રમુખ ડો.પ્રફુલ શીરોયા-સુરતના માર્ગદર્શન હેઠળ ડો. હિતેશ પટેલ દ્વારા ઓમ કાન- નાક- ગળાની હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોરબીની વિવિધ સંસ્થાઓના આગેવાનો જેમકે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, આયુર્વેદિક આયુર્વેદ ડોક્ટર એસોસિયેશન, હોમિયોપેથીક ડોક્ટર એસોસિયેશન, યુવા આર્મી ગ્રુપ, સક્ષમ મોરબી, આરએસએસ મોરબી ,જલારામ મંદિર ગ્રુપ, રઘુવંશી રોયલ ગ્રુપ, યંગ ઇન્ડિયા ગ્રુપના આગેવાનોએ ભાગ લીધો હતો અને મોરબીના લોકોને પોતાનું નેત્રદાન કરીને નેત્રહિન લોકોને નવું ઓજસ મળે તેના માટે લોકોમાં નેત્રદાન કરવાની જાગૃતિ આવે સાથે મોરબીમાં પણ એક રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થાય તેવું લોકોને આહવાન કર્યું હતું. તેમ ઓમ કાન નાક ગળા ની હોસ્પિટલના ડો. હિતેશભાઈ પટેલ મો.નં. 9426946482ની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..