મોરબી: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે બગથળા ગામે શ્રદ્ધાંજલિ અને શોક સભા તથા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ તારીખ 4 નવેમ્બર ને શુક્રવારના રોજ રાત્રે 8 કલાકે બગથળા બસ સ્ટેન્ડથી નકલંક મંદિર સુધી કેન્ડલ માર્ચ યોજાશે. ત્યારે સમસ્ત બગથળા ગામ દ્વારા આયોજિત આ કેન્ડલ માર્ચમાં ગામના સર્વ લોકોને જોડાવા અપીલ કરવામાં આવી છે.