મોરબી : આગામી તારીખ 8 ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી નાગરિક સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં સિંહના નિશાન પર મત આપીને પેનલને વિજયી બનાવવા ઉમેદવારો દ્વારા સભાસદોને અપીલ કરવામાં આવી છે.સિંહના નિશાન સાથે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનો પરિચય(1) અજયકુમાર અમૃતલાલ કોટક {મોરબી શહેર ભાજપ ઉપ પ્રમુખ, વ્યવસાયે પ્રોફેસર તથા મોરબીના સૌથી જુના જનસંઘી સ્વ. અમુભાઈ કોટક (1962માં લોકસભા ઉમેદવાર)ના પુત્ર}(2) અશ્વિનભાઈ ત્રિકમજીભાઈ કોટક {પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, મોરબી નાગરિક સહકારી બેન્ક લી. ના પૂર્વ ચેરમેન તથા હાલમાં હયાત સહકારી અગ્રણીઓમાં સૌથી જુના અને અનુભવી નેતા}(3) કુશલ મુકેશભાઈ હીરાણી {મોરબી નાગરિક સહકારી બેન્ક લી. ના રનીંગ ડિરેક્ટર, મોરબી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, વ્યવસાયે એડવોકેટ તથા ટેક્સ પ્રેક્ટિસનર}(4) દિપકભાઈ મનસુખભાઈ સોમૈયા {પૂર્વ શહેર ભાજપ મંત્રી, એસ.ટી. બોર્ડ (ગુજરાત સરકાર) સલાહકાર સમિતિ સભ્ય, લોહાણા મહાજન સભ્ય તથા જુના જનસંઘી}(5) નિલેશભાઈ પ્રભુદાસ ખખ્ખર {મોરબી નાગરિક સહકારી બેન્ક લી. ના રનીંગ ડિરેક્ટર, મોરબી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય તથા અગ્રણી માર્કેટિંગ યાર્ડ વેપારી}(6) ભરતભાઈ રામજીભાઈ મીરાણી {મોરબી નાગરિક સહકારી બેન્ક લી. ના પૂર્વ ચેરમેન તથા ભારતીય જનતા પાર્ટીના પ્રખર કાર્યકર, વ્યવસાયે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ}સિંહના નિશાન વાળી પેનલ હેઠળના ઉમેદવારોએ જણાવ્યું છે કે, તેઓની પેનલ અનુભવી ઉમેદવારો, ઈમાનદાર નેતૃત્વ, મજબૂત નાણાકીય શિસ્ત અને ખાતેદારો, જમાકારકો તેમજ શેરધારકોના હિતોની સંપૂર્ણ રક્ષા માટે પ્રતિબદ્ધ છે. અનુભવ, વિશ્વસનીયતા અને વિકાસમુખી દૃષ્ટિકોણ સાથે સિંહ પેનલ બેંકને નવી ઊંચાઈએ પહોંચાડવા દૃઢ સંકલ્પિત છે. મોરબી નાગરિક સહકારી બેંકના તમામ સભ્યો અને મતદારોને ઉપરોક્ત ઉમેદવારો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે દરેક સભાસદ ને ૬ મત આપવાનો અધિકાર હોય તેઓ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના અમૂલ્ય ૬ એ ૬ મત સિંહ(LION) નિશાન વાળી પેનલના ઉમેદવારોને આપી મજબૂત, સ્થિર અને વિકાસશીલ સંચાલન માટે સહયોગ આપે.