મોરબી જિલ્લાવાસીઓને આ કેમ્પનો બહોળો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધમોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર રોગ અંગેના સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કેન્સર રિચર્સ ઈન્સ્ટિટ્યૂટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 ડિસેમ્બર ને મંગળવારના રોજ મોરબી તાલુકામાં જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે 10 થી બપોરના 2 વાગ્યા દરમિયાન વિવિધ પ્રકારના કેન્સર રોગ અંગે નિદાન માટે સ્ક્રીંનીંગ કેમ્પ યોજાશે.આ કેમ્પમાં ગુજરાત કેન્સર રિચર્સ ઈન્સ્ટિટ્યૂટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના વિવિધ કેન્સરના નિષ્ણાતો નિ:શુલ્ક સેવા આપશે. જરૂર જણાયે દર્દીઓને આગળ તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે. આ કેમ્પનો બહોળો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતાને મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news