વાંકાનેર : જિલ્લા વિકાસ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના મુજબ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર અને સબડિસ્ટ્રીક હોસ્પિટલ વાંકાનેરના સહયોગથી તા. 30-9-2025ના રોજ સવારના 10 કલાકથી બપોરના 1 કલાક સુધી વિવિઘ પ્રકારના કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના અનુંભવી ડોકટરો આ કેમ્પમાં સેવાઓ આપશે. આ કેમ્પ જનરલ સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં સ્ત્રીઓને લગતા સ્તન, ગર્ભાશય કેન્સરના નિષ્ણાંત અને મોઢાના કેન્સર રોગના નિષ્ણાત ડોકટરો હાજર રહી દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવશે. વાંકાનેરની જાહેર જનતાને કેન્સર સ્ક્રીનિંગ નિદાન કેમ્પનો લાભ લેવા સરકારી હોસ્પિટલના અધિક્ષક તેમજ તાલુકા હેલ્થ ઓફિસરે અપીલ કરી છે.