મોરબી : નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૦ ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે, આઈટીઆઈ, સરા રોડ, હળવદ ખાતે ઓધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવેલ છે. જેથી, ઉમેદવારો કે નોકરીદાતાઓએ ઉપસ્થિત નહી રહેવા માટે વિનંતિ કરવામાં આવેલ છે. ભરતી મેળા માટે નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓએ નોંધ લેવા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.