સ્થાનિક દુકાનદારો અને રેકડીધારકો સડેલા શાકભાજી અને ફ્રૂટ સહિતનો નકામો કચરો કેનાલમાં ઠાલવતા હોવાની ફરિયાદ કેનાલમાં ગંદકી દૂર કરવાની સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેરને રજુઆત મોરબી : મોરબીની અવની ચોકડી પાસેની કેનાલમાં બેસુમાર ગંદકી ફેલાઈ રહી છે.આસપાસના દુકાનદારો અને રેકડીધારકો સડેલા શાકભાજી અને ફ્રૂટ સહિત નકામો કચરો કેનાલમાં ઠાલવતા હોવાથી ગંદકીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે તેથી કેનાલમાંથી ગંદકી દૂર કરવાની સિંચાઈ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. મોરબીની અવની ચોકડી કેનાલ રોડ પર રહેતા કે.ડી.પડસુબિયાએ સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેરને રજુઆત કરી હતી કે, અવની ચોકડી પાસેની કેનાલ સતત દુર્ગંધ ઓકી રહી છે.જેમાં આજુબાજુ આવેલા જુદીજુદી ચીજવસ્તુઓના દુકાનદારો તથા રેકડીધારકો કેનાલ જાણે કચરા ટોપલી હોય તેમ સડેલા શાકભાજી, ફ્રૂટ સહિતનો કચરો કેનાલમાં ઠાલવે છે.તેમજ અમુક સ્થાનિક રહીશો પણ કચરો ફેંકે છે.જેથી કેનાલ આસપાસ કચરાના ગંજ ખડકાયા છે.જેમાં વાસી ખોરાક અને સડેલા શાકભાજી જેવો કચરો હોવાથી ભારે ગંદકી ફેલાય રહી છે ગંદકીને કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય પર ખતરો ઉદ્દભવ્યો છે.તેથી કચરાને કેનાલને બદલે યોગ્ય જગ્યાએ નિકાલ થાય તે માટે કડક કાર્યવાહી કરવા અને કેનાલ આસપાસ કચરાનો નિકાલ કરવાની માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne