મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા વન વિભાગના સહયોગથી રોપા ઉછેર માટે દેશી વૃક્ષોના બીજ એકત્ર કરવા જાહેર જનતાને અપીલ કરાઈમોરબી : ચોમાસુ એટલે પર્યાવરણને નવપલ્લવીત કરવાનો અને વૃક્ષારોપણ કરવાનો ઉત્તમ અવસર છે. આ અવસરે મોરબી મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા વન વિભાગની સહાયથી દેશી વૃક્ષોના બીજ એકઠા કરીને રોપા ઉછેર દ્વારા પ્રકૃતિ પ્રેમીઓને પહોંચાડવાનો અથાક પ્રયાસ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે.આ વર્ષે પણ ટૂંક સમયમાં જ વરસાદનું આગમન થવાનું છે, ત્યારે વિવિધ પ્રકારના દેશી બીજ એકઠા કરવાના આ અભિયાનમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા પર્યાવરણ પ્રેમીઓનો સહયોગ માંગવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની આસપાસ આવેલા દેશી વૃક્ષોના ખરેલા કે વૃક્ષ પરથી ચૂંટીને બીજ એકઠા કરી સંસ્થાને પહોંચાડે.