પ્રેમજીનગરની પાછળ બપોરે 03:00 કલાકે યોજાનાર કેમ્પનો લાભ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય) ની અપીલમોરબી અપડેટ : મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાં રહેતા અને LTV (લોંગ ટર્મ વીઝા) ધારક પાકિસ્તાની નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધા આપતો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે.મકનસર ગામ ખાતે પ્રેમજીનગરની પાછળ તા. 15 ઓગસ્ટ, 2026 ને બપોરે 03:00 કલાકે આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મકનસર વિસ્તારના LTV વીઝા ધારક નાગરિકોના વીઝા રીન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સીટીઝનશીપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર જ હાથ ધરવામાં આવશે. સંબંધિત તમામ LTV ધારકોને આ ખાસ કેમ્પનો લાભ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #Makansar #LTV #Citizenship #MorbiUpdate #MorbiAdmin #GujaratNews