મોરબી : મોરબીમાં સુરજબારી પુલ પાસે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર રોડ (મોરબી) દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવશે. કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે મોરબીના શીવસેવક ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રુપ દ્વારા આવતીકાલે તારીખ 28/09થી 01/10 સુધી કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં 24 કલાક ચા–નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે ખાસ a/c સુવિધા પણ રાખેલ છે અને મોબાઈલ ચાર્જની સુવિધા આપવામાં આવશે. સાથે નાવા-ધોવાની પણ વ્યવસ્થા કરેલી છે. આ કેમ્પ સુરજબારી પુલ પહેલાં, પોલીસ ચેક પોસ્ટ પાછળ, મોરબી-માળીયા હાઇવે, મોરબી ખાતે યોજાશે. વધુ વિગત માટે જયેશભાઇ પટેલ- (99790 50000), સંજયભાઈ કૈલા- (98793 76033), મયુરભાઇ વરમોરા- (98252 17710) અથવા આનંદભાઇ કાસુન્દ્રા (90333 45777)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..