માળીયા (મી.) : મોરબીમાં માળીયા (મી.)ના હરીપર ખાતે આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે દેવ સોલ્ટ, સુરજબારી પુલ પાસે, હરીપર, માળીયા ખાતે લિયોનેટ લેમિનેટ્સ, રિયલ ટચ લેમિનેટ્સ, રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને પટેલ વિજય ટીંબર માર્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 25/09થી 02/10 સુધી કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં 24 કલાક ચા - નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે શાંત વાતાવરણમાં આરામની વ્યવસ્થા અને મોબાઈલ ચાર્જની સુવિધા આપવામાં આવશે. વધુ વિગત માટે દયારામભાઈ પટેલ ૯૮૨૫૨ ૪૬૫૫૧, દિલીપસિંહ જાડેજા ૯૯૭૯૧ ૦૦૩૩૩, અશ્વિનભાઈ માકડીયા ૯૮૨૪૧ ૮૯૧૪૩ અથવા દિનેશભાઈ નાકરાણી ૯૫૩૭૮ ૨૧૭૬૬નો સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..