મોરબી : મોરબીમાં શિવ સેવક ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે રજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશભક્તિ,સામાજિક સંદેશા આપતા બેનરો લગાવેલ છે. નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના મઢની પદયાત્રામાં નીકળતા પદયાત્રીઓની સેવા માટે શિવ શક્તિ ગ્રુપ દ્વારા સૂરજબારી પુલ પાસે કેમ્પ યોજવામાં આવ્યો છે. શિવ સેવક ગ્રુપ 2012 થી કેમ્પનું આયોજન કરે છે.આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધ સેવા આપવા માટે આવે છે. આ કેમ્પમાં દેશભક્તિના બેનર અને સામાજિક સંદેશા આપતા બેનર લગાવામાં આવે છે. આ કેમ્પમાં 24 કલાક ચા–નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવે છે.તેમજ યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે.આ કેમ્પ 24 કલાક ચાલુ હોય છે.આ કેમ્પમાં રોજ અંદાજે 1500 લોકો પ્રસાદનો લાભ લે છે.