મોરબી : મોરબીના વાઘપરા વિસ્તારમાં નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા વોર્ડ નંબર 13 વિસ્તારમાં બાંધકામ શ્રમિકોના કલ્યાણ અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં શ્રમિકોએ લાભ લીધો હતો. વોર્ડ નંબર 13ના શ્રમિકો માટે કાઉન્સિલર જસવંતીબેન સોનાગ્રા દ્વારા આયોજિત કેમ્પમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ મોરબીના પ્રોજેક્ટ મેનેજર હરેશભાઈ પરમાર તેમજ તેમની ટીમ અને સામાજિક કાર્યકર રિયાઝભાઈ ઘાંચી, દિપેશભાઈ સોનાગ્રા અને દિનેશભાઈ સોનાગ્રા તેમજ સ્થાનિક કાર્યકર્તાઓએ આ કેમ્પને સફળ બનાવવામાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. તેમજ સ્થાનિક કાઉન્સિલર ભવિકભાઈ જારીયા, જસાભાઈ સોનાગ્રા અને ભાનુબેન નગવાડીયાએ હાજરી આપી હતી. આ કેમ્પનો વોર્ડ નંબર 13 તેમજ અન્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.