ટંકારા : ટંકારાના ધ્રુવનગર ખાતે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રિકો માટે આજથી આશાપુરા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 11 સપ્ટેમ્બરથી ધ્રુવનગર ગામે કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પદયાત્રિકો માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો આ કેમ્પનો લાભ લેવા સૌ પદયાત્રિકોને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો. નં. 92656 23255, 98799 38421 પર સંપર્ક કરવા જણાવ્યું છે.