મોરબી: રવાપર ગ્રામ પંચાયત ખાતે કાલે આધાર કાર્ડ મોબાઇલ અપડેટ માટેનો ખાસ કેમ્પ યોજાશે.કેમ્પ મોરબી રવાપર ગ્રામ પંચાયત કચેરી ખાતે આવતીકાલ તા. 3/3/2022ને ગુરૂવારના રોજ સાંજે 4થી 8કલાક દરમ્યાન યોજાશે. આ કેમ્પ મોરબી પોસ્ટ ઓફિસની ટીમ દ્વારા રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલી અપડેટ કરી અપાશે.આ માટે આધારકાર્ડને મોબાઈલ સાથે રાખવાના રહેશે. આ ઉપરાંત આ કેમ્પમાં પાંચ વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ પણ કાઢી અપાશે.નવા આધાર કાર્ડ કઢાવવા માટે મોબાઈલ,બાળકનો ઓરીજનલ જન્મ તારીખનો દાખલો , માતા અથવા પિતાનું આધારકાર્ડ બે માંથી ગમે તે એક સાથે રાખવુ. રવાપર ગામની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા સરપંચ નીતિનભાઈ ભટાસણા તથા સદસ્યો દ્વારા અનુરોધ કરાયો છે.