યુવાને પોતાના સસરા અને સાળા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ 'તમારી દીકરીને સમજાવો' તેમ કહેતા યુવાનની ચાની લારીએ આવીને તેને સસરા અને સાળા સહિત ચાર શખ્સોએ માર માર્યો હતો. આ બનાવ અંગે યુવાને પોતાના સસરા અને સાળા સહિત ચાર શખ્સો સામે એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અજયભાઇ ગણેશભાઇ જીંજુવાડીયા (ઉ.વ.-૨૮, ધંધો-ચા ની લારી રહે-મોરબી લીલાપર સમશાન સામે મફતીયા પરામા) એ આરોપીઓ રતીભાઇ ભગુભાઇ દેગામા, અમીતભાઇ રતીભાઇ દેગામા, શકિતસીંહ (રહે-મોરબી સોમૈયા સોસાયટી વાવડી રોડ, જીજ્ઞેશભાઇ સુરેશભાઇ માજુસા રહે-ત્રાજપર મોરબી-૨) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા-૧૪ના રોજ સાંજના આશરે છએક વાગ્યે ફરીયાદીએ તેના પત્નીને પોતાની ચાની લારીએ વાસણ ધોવા આવવા કહેતા ફોનમા બન્ને પતિ-પત્નીને બોલાચાલી થયેલ. જેથી, ફરીયાદીએ તેના સસરાને ફોન કરી આવીને તેની દિકરીને સમજાવા કહેતા ફરીયાદીના સસરા રતીલાલ ભગુભાઇ તથા સાળો અમિત રતીલાલ તથા જીજ્ઞેશભાઇ સુરેશભાઇ માજુસા તથા શકિતસીંહ ફરીયાદીની ચાની કેબીને આવી બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.