સર્કિટ હાઉસ, આરામગૃહના ઉપયોગ ઉપર લગામ, કેબલ -ટીવીમાં પ્રમાણપત્ર મેળવ્યા વગરની જાહેરાત નહીં મૂકી શકાયરાજકોટ : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઢગલાબંધ વિવિધ ચૂંટણીલક્ષી જાહેરનામા પ્રસિદ્ધ કરી કેબલ ન્યુઝ નેટવર્કમાં પ્રસારીત થતા તમામ કાર્યક્રમોનું 24 કલાક રેકોર્ડિંગ કરી સીડી મોકલવા તેમજ સરકીટ હાઉસના ઉપયોગ નિયંત્રક જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે.મોરબી જિલ્લા મેજીસ્ટ્રટ કે.બી.ઝવેરીએ લોકસભા ચૂંટણીને લઈ અલગ અલગ બે જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે જે અન્વયે ચૂંટણી સમયગાળા દરમિયાન ટેલીવિઝન ચેનલ અને લોકલ કેબલ નેટવર્ક પર ચૂંટણી વિષયક પ્રચાર, જાહેરાત, જીજીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસ વગેરેનું પ્રસારણ ડીસ્ટ્રીકટ લેવલ કમીટીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કરવા બાબત. સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર તથા તો રેડીયો વગેરે જેવા ઈલેકટ્રોનીક પ્રસાર માઘ્યમોએ પ્રત્યેક દિવસ દરમિયાન કરેલ પ્રસારણની સીડી રજુ કરવા આદેશ કરી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ કાયદાનો ભંગ થાય તેવા, ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા એસ.એમ.એસ. પ્રસારીત કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અમલી બનાવ્યું છે.સાથે જ સરકારી આરામગૃહ અને સર્કિટ હાઉસમાં રાજકીય પક્ષની મિટિંગ સહિતની પ્રવૃત્તિને રોક લગાવવામાં આવતું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રટ દ્વારા લોકસભા ચૂંટણી અન્વયે ભારતના ચૂંટણી પંચની સુચનાઓ અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગરના પરીપત્રથી આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા ઠરાવવામાં આવે છે જે મુજબ સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાક બંગલાઓ અને સરકારી રહેણાંકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી સર્કિટ હાઉસ જેવા સરકારી આરામગૃહ ખાતે મીટિંગોની મનાઈ ફરમાવતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..