હળવદ : હળવદ તલાટી કમ મંત્રી મંડળની હોદ્દેદારોની તાલુકા પંચાયતના મિટીંગ હોલમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.હળવદ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે જે.વી.ભરવાડ, ઉપપ્રમુખ તરીકે રજનીભાઈ એચ. ચાવડા, દેવરાજસિંહ ડી. લીંબોલા, મહામંત્રી તરીકે અમિતભાઈ બી. કૈલા, જીલ્લા પ્રતિનિધિ તરીકે યોગેશભાઈ જી. પટેલ, અભયસિંહ ઝાલા, મહિલા પ્રતિનિધિ તરીકે અલ્પાબેન પટેલ, હંસાબેન ડી. પરમાર તેમજ મીડિયા સંયોજક તરીકે મયુરભાઈ અઘારાની નિમણૂંક કરવામાં આવી હતી