લેખક : ખ્યાતિબેનમોરબી : પવિત્ર 'પુરુષોત્તમ માસ' (અધિક માસ) નો પ્રારંભ થઈ રહ્યો છે. ચાલો સરળ શબ્દોમાં સમજીએ કે આ મહિનો શા માટે આવે છે, તેનું શું મહત્વ છે અને આ 30 દિવસમાં કયા નાના-નાના ઉપાયોથી મોટું પુણ્ય કમાઈ શકાય છે.વૈજ્ઞાનિક અને તાર્કિક કારણ (Science & Logic)આપણા કેલેન્ડરમાં સૂર્ય વર્ષ 365 દિવસનું અને ચંદ્ર વર્ષ આશરે 354 દિવસનું હોય છે. આ બંને વચ્ચે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત પડે છે. ઋતુઓનું સંતુલન જળવાઈ રહે અને તહેવારો યોગ્ય સમયે આવે તે માટે, આ તફાવતને સરભર કરવા દર ત્રણ વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને 'અધિક માસ' કહેવાય છે.શાસ્ત્ર સંમત કથાશાસ્ત્રો અનુસાર, દરેક મહિનાના એક દેવ (સ્વામી) હોય છે. પરંતુ આ વધારાના મહિનાનો કોઈ સ્વામી ન હોવાથી તેનું નામ 'મલમાસ' પડ્યું અને તેને અશુભ માનવામાં આવતો. ત્યારે ભગવાન વિષ્ણુએ તેને અપનાવ્યો અને પોતાનું સર્વશ્રેષ્ઠ નામ 'પુરુષોત્તમ' આપ્યું. ભગવાને વરદાન આપ્યું કે આ માસમાં કરેલા જપ, તપ અને દાનનું ફળ અનેકગણું મળશે.જ્યોતિષીય મહત્વ અને ઉપાયજ્યોતિષીય દ્રષ્ટિએ આ સમય કુંડળીના દોષ (જેમ કે પિતૃદોષ, સૂર્ય-ચંદ્ર ગ્રહણ દોષ) શાંત કરવા માટે શ્રેષ્ઠ છે. અમે જ્યોતિષમાં હંમેશા સલાહ આપીએ છીએ કે આ સમયગાળા દરમિયાન મંત્ર જાપ અને દાન કરવાથી અટકેલા કાર્યો પાર પડે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.સરળ ઉપાય: રોજ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને આખા મહિના દરમિયાન કોઈ પણ એક નિયમ (જેમ કે એકટાણું, જમીન પર સૂવું અથવા રોજ એક ગરીબને ભોજન) લેવો. પુરૂષોત્તમ માસના 30 દિવસ: દાન અને વ્રતનું વિશેષ કેલેન્ડરતમારી સુવિધા માટે અહીં 30 દિવસના વિશેષ દાનની યાદી આપી છે. આને તમારી દિનચર્યામાં સામેલ કરી શકો છો:પ્રથમ પખવાડિયું (શુક્લ પક્ષ):એકમ: તલનું દાન (પાપોના નાશ માટે)બીજ: ગોળનું દાન (પૂર્વજોની શાંતિ માટે)ત્રીજ: બ્રાહ્મણને સીધું દાન (નીલ વ્રત)ચોથ: ગૌરીપૂજન અને સૌભાગ્યની વસ્તુઓનું દાનપાંચમ: શેરડી અથવા દૂધનું દાન (અકાળ મૃત્યુથી રક્ષા)છઠ્ઠ: મીઠું ન ખાવું અને મીઠાનું દાન (શત્રુ/રોગ નાશ)સાતમ: સુખડ અથવા ચોખાનું દાન (સદગતિ માટે)આઠમ: પુરાણ કથાનું શ્રવણ અને ચોખાનું દાનનોમ: નાની બાળકીની પૂજા અને શણગારનું દાનદશમ: કુંભ દાન (ઘડા ઉપર દીવો રાખી શિવમંદિરે મૂકવો)અગિયારસ: એકાદશીનો ઉપવાસ અને યથાશક્તિ દાનબારસ: કુળદેવતાની પૂજા અને દીવો પ્રગટાવવોતેરસ: પ્રદોષ વ્રત, શિવ દર્શન અને પૂજનચૌદશ: ઘરની સાફ-સફાઈ, ઉંબરામાં સાથિયા અને દીવોપૂનમ: ભગવાન પુરુષોત્તમનું વિશેષ પૂજનબીજું પખવાડિયું (કૃષ્ણ પક્ષ):એકમ: ઘઉંનું દાન અને લાપસીનો પ્રસાદબીજ: ચંદન, કંકુ, અત્તર જેવી સુગંધી વસ્તુઓનું દાનત્રીજ: અડદનું દાન અને વડીલોને વંદનચોથ: ગણેશજીને લાડુ ધરાવવા અને બાળકોને પ્રસાદ વહેંચવોપાંચમ: સૂર્યપૂજા - જે અન્ન ખાવું તેનું જ દાન કરવુંછઠ્ઠ: સૂર્યના 12 નામ લઈ નમસ્કાર, બપોરે 12 વાગ્યે ઘીની આહુતિસાતમ: ઘર સાફ કરી સાથિયો કરવો, બાળકોને મીઠાઈ આપવીઆઠમ: કથા કરનાર બ્રાહ્મણને દક્ષિણા અને ચોખાનું દાનનોમ: ખીરનો પ્રસાદ અને ગુપ્ત દાન / સંપુટ દાનદશમ: સોના, ત્રાંબા કે માટીના પાત્રમાં જળ ભરી દાન આપવુંઅગિયારસ: પુરુષોત્તમ ભગવાનનું વ્રત અને દંપતી પ્રેમની વૃદ્ધિનો સંકલ્પબારસ: તીર્થ સ્નાન અથવા પવિત્ર જળથી સ્નાન અને દેવ પૂજનતેરસ: સાંજે એકટાણું, બાળકોને ગોળ-દાળિયા વહેંચવાચૌદશ: કાંસાના વાસણનું દાન (શરીર અને મનની શુદ્ધિ માટે)અમાસ: યથાશક્તિ બ્રાહ્મણોને સીધું અને વસ્ત્રદાનતમારી વ્યક્તિગત કુંડળીના સચોટ વિશ્લેષણ અને માર્ગદર્શન માટે મને DM (Direct Message) કરો:www.instagram.com/khyatihiranandani_108?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==