મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી તાલુકા દ્વારા આગામી તારીખ 15 ઓક્ટોબર ને રવિવારના રોજ સંઘના સ્થાપના દિવસ નિમિતે વિજ્યાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.તા.15 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ હોય ગાળા સ્થિત હનુમાનજીની દેરી ખાતે વિજ્યાદશમી ઉત્સવનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી તાલુકા દ્વારા કરાયું છે. જેમાં વક્તા તરીકે રાજકોટ વિભાગના કાર્યવાહ નિકુંજભાઈ ખાંટ અને અતિથિ વિશેષ તરીકે ગાળા ગામના સરપંચ મનસુખભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ 4 વાગ્યે શરૂ થશે અને 6-15 વાગ્યે શસ્ત્ર પૂજન કરવામાં આવશે. કાર્યકરોને પૂર્ણ ગણવેશ દંડ સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. વધુ માહિતી માટે કેવલભાઈ (મો.નં. 90160 08619), જયભાઈ (મો.નં. 8200337421) પર સંપર્ક કરવા તાલુકા કાર્યવાહ અશોકભાઈ કાસુન્દ્રાએ જણાવાયું છે.