મોરબી : મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા આજે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને સ્વ. ગોકળદાસ પરમારની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના ગાંધી તરીકે ઓળખાતા, જેમના જીવનમાં સત્યનિષ્ઠા અને પ્રમાણિકતા વણાયેલી છે તેવા આજીવન ખાદી ધારણ કરનાર સંસ્થાના પૂર્વ પ્રમુખ અને મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને લોક સેવક સ્વ. ગોકળદાસ પરમારની આજે 103મી જન્મ જયંતી નિમિત્તે ગોકળદાસ પરમારના સ્ટેચ્યૂને સુતરની આટી પહેરાવી, સંસ્થામાં આવેલા ગોકળદાસબાપાના મ્યુઝિમ રૂમમાં સંસ્થાના સભ્યો, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને સ્વ. ગોકળદાસબાપાના જીવન પ્રસંગોની વાતોને યાદ કરવામાં આવી હતી.