મોરબી : રવાપર ગામના યુવકોએ નાટક ભજવી ફાળો એકઠો કરી સ્મશાનને રૂ.6,01,111નું દાન અર્પણ કર્યું છે. મોરબીના રવાપર ગામમાં ગત તા.12/11/2021ના રોજ ગામના યુવકો દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના યુવકોએ આ નાટક ભજવી લોકોના સાથ-સહકારથી રૂ.6,01,111નો ફાળો એકઠો કરેલ હતો. અન ફાળો શાંતિધામ વિદ્યુત સ્મશાનને અર્પણ કરી માનવતા મહેકાવી હતી. આ તકે ફાળો સ્મશાનમાં આપી સમસ્ત રવાપર ગામ ધન્યતા અનુભવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..