તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર 34.73 % અને સરવડ બેઠક પર 37.03 % ટકા મતદાન મોરબી : આજરોજ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. જેમાં બપોરે 1 વાગ્યા સુધીમાં હળવદ નગરપાલિકાના સાતેય વોર્ડમાં કુલ 36.35% અને વાંકાનેર નગરપાલિકાના સાતેય વોર્ડમાં 25.79% મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર બપોરે 1 વાગ્યા સુધીમાં 34.73% અને માળિયા (મિયાણા)ની સરવડ બેઠક પર 37.03% મતદાન નોંધાયું છે.