કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત આપવા સ્થાનિક વેપારીઓનો સેવાકીય પ્રયાસમોરબી : મોરબી શહેરમાં હાલ ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે કાળઝાળ તાપમાં રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે લોકોને ગરમીથી રાહત આપવા અને તરસ છીપાવવા માટે મોરબીના સામાકાંઠે આવેલા જિલ્લા સેવા સદન રોડના દુકાનદારો સેવાના હેતુથી આગળ આવ્યા છે.જિલ્લા સેવા સદન રોડ પર આવેલી વિવિધ દુકાનોના વેપારીઓએ એકત્ર થઈને 'દુકાનદાર મિત્ર મંડળ' દ્વારા રાહદારીઓ માટે નિઃશુલ્ક ઠંડી છાશના વિતરણનું સુંદર આયોજન કર્યું હતું. રસ્તાની બાજુમાં ટેબલ ગોઠવીને વેપારીઓ દ્વારા બપોરના સમયે તાપમાં શેકાતા વાહનચાલકો, રસ્તે ચાલતા રાહદારીઓ તેમજ શાળા-કોલેજથી પરત ફરતા વિદ્યાર્થીઓને આગ્રહપૂર્વક છાશ પીવડાવવામાં આવી હતી.અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે ઠંડી છાશ પીને લોકોને ભારે રાહતનો અનુભવ થયો હતો. સ્થાનિક દુકાનદારો દ્વારા કરવામાં આવેલા આ પ્રશંસનીય અને સેવાકીય કાર્યને લોકોએ ભારે બિરદાવ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #Morbi2 #SocialWork #SummerRelief #ButtermilkDistribution #GujaratNews #Seva #MorbiCity