રાજ્યમંત્રી મેરેજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન જેતપર : વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ખીલવવા,વર્તમાન જરૂરિયાત મુજબની સ્કિલ,વેપારની કોઠાસૂઝ વિકસાવવા તેમજ ભારત દેશના વૈવિધ્ય પૂર્ણ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પુનઃસ્થાન માટે તપોવન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકૂન એવોર્ડ-2021નું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમનું સમાપન મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું. તપોવન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકૂન એવોર્ડ-2021નું ગત તા.26ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમના સમાપનના મુખ્ય મહેમાન તરીકે બ્રિજેશભાઈ મેરજા(મંત્રી ગુજરાત રાજ્ય )તેમની ટીમ સાથે હાજર રહેલ હતા.બ્રિજેશભાઈ મેરજા દ્વારા ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ સરળતાથી કઈ રીતે રોજગારી મેળવી શકે.બિઝનેસ ક્ષેત્રે કોમર્સના વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું કૌશલ્ય વિકસાવી આગળ વધી શકે અને વિદ્યાર્થીઓ અત્યારથી જ ભવિષ્ય માટે ઓલરાઉન્ડર કઈ રીતે બને એ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ પ્રદર્શનીમાં બ્રિજેશભાઈ મેરજાએ અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર,કેદારનાથ મંદિર તેમજ કોરોના વેકસીન મોડલના વખાણ કર્યાં હતા અને વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી. તેમજ સમાપન કાર્યક્રમના આમંત્રિત મહેમાન જીગ્નેશભાઈ કૈલા( ઉપપ્રમુખ,મોરબી જિલ્લા પંચાયત),વિપુલભાઈ અઘારા (સહકાર્યવાહક,RSS રાજકોટ વિભાગ),ગોવિંદભાઈ ઘોડાસરા (IT Media Cell,BJP Morbi),દિવ્યેશભાઈ સેરશિયા( Director,Abode vitrified) વગેરે એ તેમની ટીમ સાથે હાજરી આપેલ હતી અને દરેક મહેમાનોએ વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું અને ઉત્સાહ વધાર્યો હતો.કાર્યક્રમના અંતમાં સંસ્થાના પ્રમુખ જીતુભાઈ વડસોલા દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આભાર વિધિ કરીને કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..