મોરબી : નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા આવતીકાલે ધોરણ11 કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખાસ બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. નીલકંઠ કોમર્સ સ્કૂલ આયોજિત આ બિઝનેસ ટૉકમાં ધોરણ11 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આયાત-નિકાસમાં રહેલી તકો અને ઓછા રોકાણમા વધુ આવક કેમ મેળવવી વગેરે મુદ્દાઓ પર માર્ગદર્શન અપાશે.બિઝનેસ ટૉક આવતીકાલ તા.3/3/2022ને ગુરુવારના રોજ સવારે 8:30 થી10:00 કલાક દરમ્યાન નીલકંઠ કોમર્સ સ્કૂલ , રવાપર રોડ , મોરબી ખાતે યોજાશે.આ માર્ગદર્શન સેમીનારમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા ખાસ હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ બિઝનેસ ટૉકમાં જોડાવા માટે નીલકંઠ સ્કુલ દ્વારા અનુરોધ કરાયો છે.