મોરબી : મોરબીમાં એલીટ B.B.A. કોલેજ દ્વારા એલીટ બિઝનેસ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એલીટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ (એલીટ B.B.A. વિભાગ) દ્વારા એલીટ બિઝનેસ ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન ગત તા. 4 ના રોજ કરવામાં આવેલ હતું. વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે જ્ઞાન તથા જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે માટે એલીટ બિઝનેસ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એલીટ બિઝનેસ ફેસ્ટમાં વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ થાય એ માટે એડ મેડ કોમ્પિટિશન, પોસ્ટર એડવર્ટાઇઝમેન્ટ કોમ્પિટિશન, બિઝનેસ ઇલોક્યુશન કોમ્પિટિશન વગેરે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન એલીટ B.B.A. કોલેજના પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ એલીટ B.B.A. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું. એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ શૈલેષ કલોલા તથા પ્રિન્સિપાલ ભાવેશ ચાડમિયા એ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..