વિદ્યાર્થીઓ દ્વારા વેપારથી વાકેફ થઈ નફાની કમાણી જરૂરિયાતમંદ માટે ડોનેશન કરાશેટંકારા : ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા દ્વારા શસકત સમાજમાં સ્ત્રી આર્થિક આયામને અવગત થઈ પૈસાનું મહાત્મ્ય સમજે એવા ઉમદા આશ્રય સાથે 28 માર્ચે ને શુકવારના રોજ શાળા સંકુલમાં સવારે 9 થી સાંજે 4 સુધી બિઝનેસ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળ છાત્રોએ તૈયાર કરેલી ચિજોનુ વેચાણ અને એ રકમને જરૂરિયાતમંદ માટે જાતે ડોનેશન કરી નવી કેડી કંડારશે.આ બિઝનેસ ફેરમાં બાળ છાત્રો હેન્ડી ક્રાફટની ચિજો, ગેમિંગ વસ્તુ, માટીના વાસણો, બ્યૂટી પ્રોડક્ટ, સ્ટેશનરી, સાડી, ડ્રેસ, સુઝ, ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત ભારતના દરેક પ્રાંતની ઝાંખી થીમ થકી વેચાણ પ્રક્રિયાની તાલીમ મેળવશે. આ તકે નફાની કમાણી જરૂરિયાત વાળા બાળકોને મદદ કરી આપવાનો આનંદ મેળવી કમાણી બચત કરકસર અને ડોનેશન સહિતની બાબતો પ્રેકટીકલ કરી અનુભવ કેળવશે.શાળાના આચાર્ય અસ્મિતાબેન ગામીએ જણાવ્યું હતું કે, આજનું બાળક આગામી દેશનું ભાવિ છે એવામાં સ્ત્રી તરીકે બાળાઓ વાલીઓ તમામ માગ પૂરી કરતા હોય પૈસાનું મહત્વ સમજે એટલા માટે અભ્યાસ સાથે લાઈફ સ્કિલ તાલિમ અંતર્ગત આ આયોજન કર્યું છે. જેમાં ટંકારા તાલુકાના તમામ લોકોને પરિવાર સાથે પધારવા આમંત્રણ પાઠવ્યું છે.