મોરબી : ખોખરા હનુમાન હરિહરધામ ખાતે પૂજ્ય માં કનકેશ્વરી દેવીજીના શ્રીમુખેથી રામકથાનું રસપાન કરવા માટે નગરપાલિકા દ્વારા બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, તથા ચીફ ઓફિસરના સહયોગથી મોરબી નગરપાલિકા સંચાલિત બસ સુવિધા ઉપલબ્ધ થશે. જે મુજબ બસ નરસંગ ટેકરીથી સવારે 08:00 કલાકે ઉપડી નવા બસ સ્ટેન્ડ સવારે 8:05 કલાકે, ગાંધી ચોક 8:10 કલાકે, વીસી ફાટક 8:15 કલાકે, મહારાણા પ્રતાપ ચોક 8:20 કલાકે, મહેન્દ્રનગર 8:30 કલાકે, પીપળી 8:40 કલાકે, બેલા 8:50 કલાકે પહોંચી ખોખરા હરિહરધામ ખાતે સવારે 9:00 કલાકે પહોંચશે. આ જ રીતે આ બસ બપોરે ભોજન પ્રસાદ બાદ બપોરે 1:15 કલાકે એ જ રૂટ પરથી પરત ફરશે.