મોરબી : દેશમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં 15 મે 2025 સુધી ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જાણકારી આપી છે.15 મે 2025 સુધી કોઈપણ સમારંભ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાની કે ડ્રોન ઉડાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારની આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.